25 વર્ષના પોલીસ કોન્સ્ટેબલનું મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યું… માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો… જાણો સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા કોન્સ્ટેબલના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મુરાદાબાદ ડોક્ટર ભીમરાવ આંબેડકર એકેડમીના ક્વાર્ટરમાં એક કોન્સ્ટેબલનું મૃતદેહ લટકી હાલતમાં મળ્યું હતું.

મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલનું નામ સુરજપાલ સિંહ હતું અને તેમની ઉંમર 25 વર્ષની હતી. સુરજપાલસિંહ 2019 માં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. સુરજપાલના જીજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, એક યુવતી સૂરજપાલને બ્લેકમેલ કરીને 25 લાખ રૂપિયાની માંગણી કરતી હતી.

જેનાથી કંટાળીને સુરજપાલે સુસાઇડ કર્યું છે. 2023માં સુરજપાલ સિંહનું એકેડેમી મુરાદાબાદમાં બદલી કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે યુવતીના ત્રાસથી કંટાળીને સુરજપાલ છીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરજપાલ સિંહનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સુરજપાલસિંહ તેના માતા અને પિતાનો એકનો એક દીકરો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*