વહેલી સવાર શાળાએ જતી 8 વર્ષની માસુમ બાળકીને ટ્રક ચાલકે કચડી નાખી… બાળકીનું હોસ્પિટલમાં તડપી તડપીને મોત…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે 15 ઓગસ્ટ ના રોજ સવારના સમયે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકે 8 વર્ષની માસુમ બાળકીને કચડી નાખી હતી. આ કારણસર બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જ્યાં આજરોજ સારવાર દરમિયાન બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલી બાળકીનું નામ શિવાની હતું. શિવાની 15 ઓગસ્ટના રોજ શાળામાં કાર્યક્રમમાં કવિતા સંભળાવવાની હતી. પરંતુ માસુમ શિવાની શાળાએ પહોંચે તે પહેલા તેને અકસ્માત નડ્યો હતો અને આજરોજ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ અકસ્માતની ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. મંગળવારના રોજ શિવાનીને ગંભીર હાલતમાં સારવાર માટે કોટાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં આજરોજ સારવાર દરમિયાન દીકરીનું મોત થયું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળી રહ્યું છે કે શિવાની સરકારી શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી. શાળા તેના ઘરથી માત્ર 150-200 મીટર દૂર છે. ગઈકાલે 15 મી ઓગસ્ટના દિવસે શિવાની શાળામાં એક કવિતા બોલવાની હતી. સવારે 7:00 વાગ્યાની આસપાસ તે સ્કૂલનો ડ્રેસ પહેરીને ઘરેથી નીકળી ગઈ હતી.

પછી તે નજીકમાં રહેતી તેને બહેનપણીને બોલાવવા ગઈ હતી અને રસ્તાની બાજુમાં ઉભી હતી. તેની સાથે તેની ત્રણથી ચાર બહેનપણીઓ હતી. આ દરમિયાન એક ઝડપી ત્યાંથી પસાર થાય છે અને તે શિવાનીને કચડી નાખે છે. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ ટ્રક ચાલકને પકડી પાડ્યો હતો અને પછી ટ્રક ચાલકને પોલીસને હવાલે કરી દીધો હતો.

ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલી શિવાનીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે આજરોજ શિવાનીનું ઓપરેશન કરવાનું કહ્યું હતું પરંતુ શિવાનીનું ઓપરેશન થાય તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી શિવાનીના સંબંધીઓની ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*