લગ્નના 6 મહિના બાદ 25 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… સુસાઇડ કરતા પહેલા પોતાના ભાઈને ફોન કરીને કંઈક એવું કહ્યું કે…

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ લગ્નના છ મહિના બાદ સુસાઇડ કરી લીધું છે. મહિલાના રૂમમાંથી તેનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. સુસાઇડના લગભગ દોઢ કલાક પહેલા મહિલાએ પોતાના ભાઈ સાથે છેલ્લી વખત ફોન પર વાત કરી હતી. મહિલાએ તેના ભાઈને ફોન પર કહ્યું હતું કે, તેના પતિએ તેનો મોબાઈલ લઈ લીધો છે.

તે તેને મોબાઇલ પર કોઈની સાથે વાત કરવા દેતો નથી. મહિલાને માર મારવામાં આવ્યો છે તેના ફોટા પણ તેને પોતાના ભાઈને મોકલ્યા હતા. મૃત્યુ પામેલી મહિલાનું નામ સુમન હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. શું મને 11 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. ઘટનાની માહિતી મળી આવત પરિવારના સભ્યોએ સુમનને નીચે ઉતારી હતી અને તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સુમનને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની માહિતી મળતા જ સુમનના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ સુમનના ભાઈએ રવિવારના રોજ સુમનના પતિ અને તેના સાસરિયાંઓ વિરુદ્ધ દહેજ માટે સુમનનો જીવ લેવાનો આરોપ લગાવીને કેસ દાખલ કરાવ્યો હતો.

સુમનના ભાઈએ જણાવ્યું કે, સુમનના લગ્ન 2023 માં 15 ફેબ્રુઆરીના રોજ થયા હતા. તેના લગ્ન જયપુરના અર્જુન નામના યુવક સાથે થયા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે અર્જુન એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. અમે લગ્નમાં લગભગ 25 લાખ રૂપિયા નો ખર્ચો કર્યો હતો. લગ્નના થોડાક મહિના બાદ સાસરિયાંઓ સુમનને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

અમે સુમનના સાસરિયાઓને ઘર બાંધવા માટે 25 લાખ રૂપિયા વધુ આપ્યા હતા. છતાં પણ તે લોકોની દહેજની માંગણીઓ ઘટતી ન હતી. સાસરિયાંઓ સુમનને દહેજ માટે સતત ત્રાસ આપતા હતા એટલું જ નહીં પરંતુ સુમનને માર મારવામાં પણ આવતો હતો. સુમનના ભાઈનું કહેવું છે કે સુમને અનેકવાર તેને ફોટો મોકલી અને વીડિયો કોલ કરીને માર મારવાના નિશાનો બતાવ્યા હતા.

11 ઓગસ્ટના રોજ સુમાને તેના ભાઈ સાથે છેલ્લી વખત ફોન પર વાત કરી હતી અને પછી તેને ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*