હે ભગવાન…! ટ્રક અને બોલેરો વચ્ચે ટક્કર થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… એક જ પરિવારના 6 સભ્યોના રિબાઈ રિબાઈને મોત…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ભયંકર અકસ્માતની ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા. આ અકસ્માતની ઘટના આજરોજ બપોરના સમયે બે વાગ્યાની આસપાસ બિકાનેર-ફ્લોદી-જેસલમેર હાઇવે ઉપર બની હતી.

માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે બોલેરો કારની અંદર એક જ પરિવારના સાત સભ્યો સવાર હતા. જેમાંથી અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. આ ઘટના બનતા જ હાઇવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો બોલેરો કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા એક પુરુષ અને એક મહિલાને સારવાર માટે તાત્કાલિક જોધપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં પહોંચે તે પહેલા રસ્તામાં જ મહિલાનું મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પુરુષની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા. એક જ પરિવારના છ સભ્યોના મોત થતા તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં ભોગ બનેલા સાત લોકોમાંથી પાંચ લોકોના તો ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા.

જ્યારે એક મહિલાનું હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા લોકોમાં ચાર મહિલાઓના મોત થયા છે. જેમાં બે સગી બહેનોનો પણ સમાવેશ થાય છે. ભયંકર અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*