સમગ્ર દેશભરમાં દરરોજ અવારનવાર ઘટનાઓ બનતી હોય છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી દેશમાં સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પત્રકારે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલા પત્રકાર નોઇડાના ફિલ્મ સીટી સ્થિત મીડિયા ઈન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હતા.
તેઓ દિલ્હીના પાંડવ નગરમાં રહેતા હતા. પોલીસને સોમવારના રોજ સવારે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે એક વ્યક્તિએ પોતાના ઘરમાં સુસાઇડ કરી લીધું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક દિલ્હીના પાંડવનગર સ્થિત ઘરમાં પહોંચી ગઈ હતી. અહીં રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.
ત્યારબાદ પોલીસે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી અને દરવાજો તોડ્યો હતો. પછી પોલીસે અંદર પ્રવેશ મેળવ્યો ત્યારે અંદર પંખા સાથે એક વ્યક્તિનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ આકાશ દીપ શુક્લા તરીકે થાય છે અને તેની ઉંમર 31 વર્ષની છે તેવું જાણવા મળી રહ્યું છે.
ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને નીચે ઉતારીને યોગ્ય કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક નોઈડાની એક નામાંકિત ચેનલમાં ફરજ બજાવતો હતો. હાલમાં તો પોલીસે મૃત્યુ પામેલા યુવકના સંબંધીઓની પૂછપરછ કરી છે અને તેમના નિવેદન લીધા છે.
મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પત્રકારે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પારિવારિક વિવાદના કારણે પત્રકાર ખૂબ જ પરેશાન હતા અને આ કારણોસર તેમને પોતાનું જીવન ટૂંકાવ્યું હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment