ઝડપી બાઈક પર સવાર ત્રણ મિત્રોને એવો ભયંકર અકસ્માત નડ્યો કે… એક યુવકનું દર્દનાક મોત… જુઓ અકસ્માતનો ભયંકર વિડિયો…

રવિવારના રોજ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં બાઈક સવાર ત્રણ યુવકોને એવો ભયંકર અકસ્માત નડ્યો કે વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે બાઈક પર સવાર ત્રણ મિત્રો પૈકી અકસ્માતની ઘટનામાં એક મિત્રનું મોત થયું છે. જેમાં બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Three friends were riding a bike, one died | अनियंत्रित होने के बाद दीवार में लड़ी, एक युवक की गई जान - Dainik Bhaskar

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે એક ઝડપી બાઈક એક લોખંડના થાંભલા સાથે અથડાઈને લોખંડના ગેટ સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઉપરાંત ઘટનાની માહિતી પોલીસને આપી દેવામાં આવી હતી. આ ઘટના લખનઉમાંથી સામે આવી રહી છે.  જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર વિકાસ વર્મા, રીન્કુ અને પ્રતાપ નામના ત્રણેય મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય મિત્રોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિકાસને મૃત જાહેર કર્યો હતો. જ્યારે રીન્કુ અને પ્રભાતની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે. વિકાસના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે બાઈક પર સવાર ત્રણેય યુવકો માંથી એક પણએ હેલ્મેટ પહેર્યું ન હતું. જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ વિકાસનો જીવ બચી ગયો હોત.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઈક ખૂબ જ સ્પીડમાં લોખંડના થાંભલા સાથે આવીને અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે લોખંડનો થાંભલો તૂટી ગયો હતો અને બાઈક પછી એક લોખંડના દરવાજા સાથે અથડાઈ હતી. વધારે સ્પીડના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*