બાઈક પર સવાર પતિ-પત્નીને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, પતિની નજર સામે પત્નીનું ઘટનાસ્થળે મોત… ‘ઓમ શાંતિ’

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજો કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ભારે વાહન બાઈક સવાર પતિ-પત્નીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે પત્નીનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

આ અકસ્માતની ઘટનામાં બાઈક સવાર પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. જાણવા મળી રહ્યું છે કે બાઈક સવાર પતિ પત્નીને લોડરે જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ લોડર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના હમીરપુરમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે 30 વર્ષીય પુષ્પેન્દ્ર કુમાર પોતાની પત્ની સાથે બાઈક પર જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતની ઘટનામાં પુષ્પેન્દ્રની નજરની સામે તેની પત્નીનું મોત થઈ ગયું હતું.

મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 26 વર્ષની હતી અને તેનું નામ સારિકા હતું. સારિકા એક મેડિકલ કોલેજમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી હતી. પુષ્પેન્દ્ર ફાસ્ટ ફૂડ હોટલ ચલાવે છે. સોમવારના રોજ તે પોતાની પત્નીને મૂકવા માટે મેડિકલ કોલેજ ગયો હતો. પત્નીની ડ્યુટી પૂરી થયા બાદ તે તેને લઈને ગામ તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતા લોડરે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં સારિકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા પુષ્પેન્દ્રને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પછી તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરીને લોડર ચાલકની શોધખોળ શરૂ કરી દીધી હતી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*