ચોટીલા દર્શન કરીને ઘરે જતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, એક સાથે 10 લોકોના કમકમાટીભર્યા મોત… હાઇવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે ઉપર બની હતી. અકસ્માતની ઘટનામાં 5 મહિલાઓ, 3 બાળકો સહિત 10 લોકોના મોત થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે. ટ્રકની પાછળ મિનિટ ટ્રક ઘૂસી જતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયેલા છે અને દસ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ભયંકર અકસ્માત બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

અકસ્માત આટલો ભયંકર હતો કે હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. જાણવા મળી રહ્યું છે કે, કપડવંજ અને બાલસિનોરાના 17 લોકો છોટા હાથીમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા.

ચોટીલા માતાજીના દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં બાવળા બગોદરા હાઈવેની વચ્ચે એક પંચર પડેલો ટ્રક ઊભેલો હતો. આ ટ્રકની પાછળ અચાનક જ છોટાહાથી ઘૂસી ગયો હતો. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત થયા છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે ઇજાગ્રસ્ત થયેલા 10 લોકોમાંથી ત્રણ લોકોની હાલત વધારે પડતી ગંભીર છે અને તેમની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બનતા જ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ચોટીલાથી દર્શન કરીને પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતની ઘટનામાં દસ લોકોના મોત થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*