એ… એ…ગયા..! પૂરપાડ ઝડપે આવતા ટ્રકે કારને લગાવી જોરદાર ટક્કર, 50 મીટર સુધી… જુઓ અકસ્માતનો ભયંકર વિડિયો…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક ટ્રક ચાલકે બે બાઈક સવાર અને એક કારને જોરદાર ટક્કર લગાવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે ઝડપી ટ્રક અચાનક જ કારણે ટક્કર મારીને 50 મીટર સુધી ખેંચીને લઈ જાય છે, પછી ટ્રક બે બાઈકને ટક્કર લગાવે છે.

ત્યારબાદ ટ્રક ડિવાઇડર પર ચડી ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે યુપીના બરેલીમાં બની હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો જીતેન્દ્રકુમાર નામના વ્યક્તિ પોતાની કાર લઈને બરેલી શહેર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે તેઓ ચાર રસ્તા ઉપર જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા, આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી. કારની સાથે સાથ ટ્રક ચાલકે બે બાઈકને પણ ટક્કર લગાવી હતી. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

અકસ્માતની ઘટનાનો ભોગ બનેલા લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યાર પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ટ્રકને કબજે લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*