સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીની મોટર બંધ કરવા ગયેલા વ્યક્તિ સાથે કંઈક એવી ઘટના બની કે વ્યક્તિનું રિબાઈ રિબાઈને મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, ઘરની પાણીની મોટર બંધ કરતી વખતે યુવકને અચાનક જ જોરદાર કરંટ લાગ્યો હતો.
કરંટ લાગતા જીવકનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. યુવકનું મોત થતા જ ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ પીન્ટુ સતનભાઇ કનોજીયા હતું. મૃત્યુ પામેલા પિન્ટુ ની ઉમર 35 વર્ષની હતી.
તે લોન્ડ્રીનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં તેની પત્ની બે દીકરીઓ અને એક દીકરો છે. છેલ્લા બે વર્ષથી તે પોતાના પરિવાર સાથે સુરતમાં રહેતો હતો. મળતી માહિતી અનુસાર ગઈકાલે ઘરમાં પાણી ભરવા માટે મોટર ચાલુ કરવામાં આવી હતી.
પાણી ભરાઈ જતાં જ પીન્ટુ મોટર બંધ કરવા માટે ગયો હતો. મોટર બંધ કરતી વખતે અચાનક જ પીન્ટુ ને જોરદાર કરંટ લાવ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે પીન્ટુ ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
ત્યારબાદ પરિવારના સભ્યો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે પીન્ટુને મૃત જાહેર કર્યો હતો. પીન્ટુ ના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ ત્રણ સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment