પિતાને મળીને હોસ્ટેલમાં રહેતા દીકરાએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો સમગ્ર ઘટના…

છેલ્લા ઘણા સમયથી શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના સુસાઇડ કરવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કોચિંગમાં અભ્યાસ કરતા વધુ એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ મનીષ પ્રજાપતિ હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. મનીષ યુપી નો રહેવાસી હતો.

પરંતુ તે છેલ્લા છ મહિનાથી રાજસ્થાનના કોટામાં હોસ્ટેલમાં રહેતો હતો. મનીષ અનકેડમી ઇન્સ્ટિટયૂટ માંથી JEEની તૈયારી કરી રહ્યો હતો. ગઈકાલે મનીષે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. તેને સુસાઇડ કર્યું તેના ચાર કલાક પહેલા તેના પિતા તેને મળવા માટે આવ્યા હતા. દીકરાને મળ્યા બાદ સાંજના સમયે પિતા યુપી જવા માટે નીકળ્યા હતા.

પિતાના ગયા બાદ દીકરાએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, મનીષના પિતા જ્યારે તેને મળવામાં આવ્યા ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં હતા. જાણવા મળી રહ્યું છે કે રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ મનીષ ના પિતાએ તેને ફોન કર્યો હતો. પરંતુ મનીષ ફોન ઉપાડતો ન હતો. જેથી મનીષના પિતાએ હોસ્ટેલના કેરટેકરની આ વાત કરી હતી.

ત્યારબાદ હોસ્ટેલનો કેરટેકર મનીષના રૂમ પાસે પહોંચ્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે મનીષે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે. આ વાત ના સમાચાર મળતા જ તેના પિતા અડધા રસ્તામાંથી પાછા વળ્યા હતા.  સમગ્ર ઘટનાને લઈને હોસ્ટેલના કેરેટેકરે જણાવ્યું કે, હું ફોન લઈને મનીષના રૂમ પાસે ગયો હતો અને તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ તેને કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નહીં. પછી આ ઘટનાની જાણ હોસ્ટેલના ઓપરેટરને કરવા આવી હતી. ત્યારબાદ ગમે તેમ કરીને રૂમની અંદર જોવાના પ્રયાસો કર્યા ત્યારે રૂમની અંદર મનીષનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. પછી ઘટનાની જાણ પોલીસ અને મનીષના પિતાને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મનીષ પાસેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. આ ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે મનીષ અભ્યાસમાં નબળો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હતા અને તે ખૂબ જ ઓછી વખત જ કોચિંગ ક્લાસમાં જતો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે છેલ્લા આઠ મહિનામાં કોટામાં કોચિંગના વિદ્યાર્થીઓના સુસાઈડ કરવાનો આ 20મો બનાવ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*