હે ભગવાન..! ગાયો ખરીદવા હરિયાણા જઈ રહેલા 5 મિત્રોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત…પાંચેયનું દર્દનાક મોત…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાંચ મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વિગતવાર વાત કરે તો પાંચ મિત્રો પોતાની ક્રેટા ગાડી લઈને બુધવારની બપોરે હરિયાણા ખાતે ગાયની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. ત્યારે ગુરૂવારના રોજ સવારના સમયે તેઓ હરિયાણા-પંજાબના ઝજ્જરમાં KMP હાઇવે પર જતા હતા, ત્યારે એક ટ્રકની પાછળ તેમની ગાડી ઘૂસી ગઈ હતી.

જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પાસે મિત્રોના મોત થઈ ગયા છે. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સવારના સમયે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી.

અચાનક જ ક્રેટા કાર ટ્રક ની પાછળ કેવી રીતે ઘૂસી ગઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનામાં ત્રણ મિત્રોના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હરિયાણાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મુકેશ પ્રતાપભાઇ ચૌધરી સીતાપુરા,ધિણોજ

જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પાંચે મિત્રો ગુજરાતના રહેવાસી હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે સ્થાનિક લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા હતા.

પાર્થિલ ભરતભાઈ ચૌધરી, સામેત્રા, મહેસાણા

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં પાર્થિવ ભરતભાઈ ચૌધરી, જગદીશભાઈ ગોવિંદભાઈ ચૌધરી, મુકેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી, ભરતભાઈ માનસિંહ ચૌધરી અને હંસરાજ છોટારામ ધડેસરી નામના વ્યક્તિનું મોત થયું છે. અકસ્માતની ઘટનામાં એક જટકામાં પાંચ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

જગદીશભાઈ ગોવિંદભાઈ ચૌધરી, કમાલપુર, ધિણોજભરતભાઈ માનસિંગભાઇ ચૌધરી-સીતાપુરા,ધિણોજ

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*