વહેલી સવારે બાઈક લઈને નોકરી ઉપર જતા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત… માં-બાપે એકનો એક દીકરો ગુમાવ્યો…

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં બાઈક અને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવારે યુવકનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર બાઈક પર સવાર યુવક ડ્યુટી પર જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં તેનું અકસ્માતમાં મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને કારને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના મોદીનગરમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો, ધર્મપાલ સિંહ નામનો વ્યક્તિ તેની પત્ની અને દીકરા સાથે રહે છે. તેમનો એકનો એક દીકરો સુમિત 25 વર્ષનો છે અને તે ગાઝિયાબાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તે સવારે સાત વાગ્યાની આસપાસ પોતાની બાઇક લઈને ડ્યુટી પર જવા માટે નીકળ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં એક ઝડપી કારે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર સુમિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર સુમિતનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત થયેલા સુમિતને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. યુવકના મોતના સમાચાર મળતા જ તેના માતા પિતાએ રૂદન કર્યું હતું. એકના એક દીકરાનું મોત થતા જ પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*