600 સફરજનની પેટીઓથી ભરેલો બેકાબુ ટ્રક અલ્ટો કાર પર પલટી ખાઈ ગયો, કારમાં સવાર પતિ-પત્નીનું મોત… જુઓ મોતનો ભયંકર વિડિયો…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં ટ્રકની બ્રેક ફેલ થતાં એવો ભયંકર અકસ્માત સર્જાયો છે કે વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં એક પતિ પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ત્રણ લોકોનો માંડ માંડ બચાવ થયો છે. આ અકસ્માતની ઘટના હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાંથી સામે આવી છે. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટના શિમલાના ઢીયોગથી રોહડ હાડકોટી હાઇવે ઉપર બની હતી. અહીં મંગળવારના રોજ સાંજના સમયે સફરજનના બેરલથી ભરેલો એક ટ્રક અચાનક જ બે કાબુ બની ગયો હતો.

જેના કારણે બેક આવવું ટ્રકે ચાર ગાડીને અડફેટેમાં લીધી હતી. ફુલ સ્પીડમાં આવી રહેલા ટ્રકે ગાડીઓને અડફેટેમાં લીધી હતી અને ત્યારબાદ પલટી ખાઈ ગયો હતો. આ દરમિયાન ટ્રકની નીચે કાર દબાઈ ગઈ હતી, તે કારમાં એક પતિ-પત્ની બેઠા હતા. આ ઘટનામાં તેમનું દર્દનાક મોત થયું હતું.

આ ભયંકર અકસ્માતની ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહી નો વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે ટ્રકની અંદર 600 સફરજનની પેટીઓ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ટ્રકની અચાનક જ બ્રેક ફેલ થઈ ગઈ હતી અને પછી ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ દરમિયાન HP 30 0661 નંબરની ગાડી ટ્રકની નીચે દબાઈ ગઈ હતી. ત્યારબાદ જેસીબીની મદદ થી ટ્રકની નીચે દબાઈ ગયેલી ગાડીને બહાર કાઢવામાં આવી હતી અને ઘટનામાં મૃત્યુ પામેલા પતિ-પત્નીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મોહનલાલ નેગી હતું અને તેમની પત્નીનું નામ આશા નેગી હતું. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રકની બ્રેકઅપ ફેલ થવાના કારણે આ અકસ્માતની ઘટના બની છે. પરંતુ અકસ્માતનું સાચું કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*