મોબાઇલમાં ચાર્જિંગ કરવાનું કહીને રૂમમાં ગયેલા 18 વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો શું છે સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થી પોતાના રૂમમાં ગયો હતો. ત્યારબાદ તેને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. લાંબા સમય સુધી તે રૂમમાંથી બહાર ન આવ્યું એટલે પરિવારના સભ્યોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં, એટલે પરિવારના સભ્યોને શંકા ગઈ હતી અને તેમને પછી રૂમનો દરવાજો તોડ્યો હતો. પરિવારના સભ્યો અંદર પ્રવેશ્યા ત્યારે તેમને પોતાના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. યુવકના મૃતદેહ અને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સુસાઇડ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ ઘટના શાહજહાંપુરમાંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષની હતો અને તેનું નામ રાધવેન્દ્ર હતું.

તે ઇન્ટરનો વિદ્યાર્થી હતો. ઘટના બની તેની છે તે મોડી રાત સુધી ઘરની બહાર બેઠો હતો અને પરિવારજનો સાથે વાતચીત કરતો હતો. મૃત્યુ પામેલા વિદ્યાર્થીના ભાઈના કહેવા અનુસાર, રાધવેન્દ્ર અચાનક જ ઉભો થયો હતો અને તેના મોબાઇલમાં ચાર્જિંગ નથી તેમ કહીને તે પોતાના રૂમમાં મોબાઇલમાં ચાર્જિંગ કરવા માટે ગયો હતો. આ દરમિયાન પરિવારના સભ્યો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા.

ઘણો સમય થઈ ગયો પરંતુ રાઘવેન્દ્રનો કોઈપણ પ્રકારનો અવાજ ન આવ્યો એટલે પરિવારના સભ્યોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દીકરાને અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહીં. ત્યારબાદ આસપાસના સ્થાનિક લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા. પછી રૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો, ત્યારે રાધવેન્દ્રનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃત્યુ પામેલા વિદ્યાર્થીના મૃતદેહને નીચે ઉતારીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થીએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*