હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર એક માતા દરરોજની જેમ પોતાના દીકરા રાજ અને દીકરી માટે ચા બનાવે છે. રાજે ચા પીધી ત્યારબાદ અચાનક જ તેને ઉધરસ આવવા લાગી હતી અને તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો.
શ્વાસ ન લેવાતા તે તડપી રહ્યો હતો. ત્યારબાદ માતાએ રાજની છાતી ઉપર માલિશ કરી પરંતુ તેમ છતાં પણ રાજ શ્વાસ લઈ શકતો ન હતો. ત્યારબાદ રાજને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજનું મોત થયું હતું.
આ ઘટના બનતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના ઇંદોરમાંથી સામે આવી હતી. રાજનું એમવાય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના રવિવારના રોજ સવારના સમયે બની હતી. સવારે માસુમ રાજને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં જાણવા મળ્યું કે ચા રાજની વિન્ડપાઇપમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. રાજનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મૃત્યુ પામેલા રાજની ઉંમર દોઢ વર્ષની હતી.
માત્ર દોઢ વર્ષના દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. ચા ના કારણે આજે એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે રાજના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પછી મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment