વડોદરામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક માસુમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, કચરો લેવા આવેલી કચરાની ગાડીએ માસુમ બાળકીને કચડી નાખી હતી. આ કારણોસર બાળકીનો મોત થયું હતું.
આ ઘટના બનતા જ બાળકીના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ આરોપીને પકડવાની માંગ કરી છે. આ અકસ્માતની ઘટના બે દિવસ પહેલા વડોદરા શહેરના જલારામ નગર પાસે બની હતી. માસુમો બાળકીનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર કચરો લેવા આવનારી ગાડીએ બે દિવસ પહેલા ચાર વર્ષની નેન્સી નામની બાળકીને કચડી નાખી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ બાળકીના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકની બેદરકારીના કારણે આજે એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, ચાલક કચરાની ગાડી રિવર્સ લઈ રહ્યો હતો. આ દરમિયાન ચાર વર્ષની બાળકી ગાડીની અડફેટેમાં આવી ગઈ હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. સૌપ્રથમ બાળકીને સારવાર માટે વડોદરાની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન માસુમ દિકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment