આજે આપણે નવસારીમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. નવસારીના આસુંદર ગામે 30 જુલાઈના રોજ એક કૂવામાંથી 32 વર્ષના વ્યક્તિનું મૃતદેહ ડૂબેલી હાલતમાં મળી આવ્યું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સાર્દુલ મેઘાભાઈ મીરની હતું. ગ્રામ્ય પોલીસને કુવામાંથી યુવકનું મૃતદેહ મળતા જ શરૂઆતમાં આ ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ પોલીસને શંકા ગઈ હતી કે યુવકનું મોત કુદરતી રીતે નથી થયું. જેના કારણે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે 27 જુલાઈના રોજ મૃત્યુ પામેલો વ્યક્તિ કુવા પાસે ગયો હતો. ત્યારે તેની સાથે અન્ય બે શખ્સો પણ ત્યાં હતા. તપાસમાં જાણવા મળ્યું કે તે બે યુવકોનું નામ મેહુલ અને અનિલ છે.
ત્યારબાદ પોલીસે તે બંનેની કડક પૂજ પર જ કરી હતી. આ દરમિયાન બંને પોતાનો ગુનો કબુલ કર્યો હતો અને જણાવ્યું હતું કે સાર્દૂલનો જીવ લેવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે સાર્દુલની પત્ની જ્યોતિ અને મેહુલ બંને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. જ્યારે બીજી બાજુ મૃત્યુ પામેલા સાર્દુલના શરીરમાં શારીરિક ખામી હોવાના કારણે બાળક થતો ન હતો, જેથી તે તેની દવા પણ લેતો હતો.
આ દરમિયાન જ્યોતિએ એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકોનો જન્મ થતા જ પતિને પોતાની પત્ની ઉપર શંકા ગઈ હતી. આ વાતને લઈને અવારનવાર બંને વચ્ચે બોલા ચાલી પણ થતી હતી. ત્યારબાદ પત્નીએ પોતાના પ્રેમી મેહુલને આ અંગે વાત કરી હતી. અને તેને કહ્યું હતું કે આપણા પ્રેમ સંબંધની જાણ સમાજમાં થાશે તો આપણી બદનામી થશે. એટલા માટે સાર્દુલનું કંઈક કરવું પડશે. ત્યારબાદ મેહુલે પોતાની પ્રેમિકા જ્યોતિ સાથે મળીને શાર્દુલનો જીવ લેવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ મેહુલ અને જ્યોતિએ મળીને અનિલ નામના વ્યક્તિને 10,000 રૂપિયા આપ્યા હતા અને પછી ત્રણેય મળીને સાર્દૂલનો જીવ લીધો હતો. હાલમાં તો પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના કારણે 3 વર્ષના અને 11 મહિનાના બાળકો હોય માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. પિતા હંમેશા માટે દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અને માતા પિતાનો જીવ લેવાના આરોપમાં જેલમાં ચાલી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment