દેશભરમાં અવારનવાર સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં શાળા કે કોલેજમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં નપાસ થતા હોય છે અને પછી સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પરીક્ષામાં નપાસ થતા એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
ઘટના બનતા જ મૃતક વિદ્યાર્થીના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આ ઘટના છત્તીસગઢના દુર્ગા જિલ્લામાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે અહીં બીએસસીના બે વિષયમાં નપાસ થતા એક વિદ્યાર્થીએ સુસાઇડ કર્યું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
વિગતવાર વાત કરે તો ખિશાલનંદ નામનો વિદ્યાર્થી બીએસસીમાં અભ્યાસ કરતો હતો. તે બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો. જાણવા મળી રહ્યું છે કે ખિશાલનંદ પરીક્ષામાં બે વિષયમાં નપાસ થયો હતો. આ કારણોસર તે ખૂબ જ પરેશાન રહેતો હતો. ગુરૂવારના રોજ સવારે તે કોલેજ ગયો હતો અને પછી સાંજે તે પોતાની હોસ્ટેલ રૂમમાં પાછો આવી ગયો હતો.
ત્યારબાદ તેને પોતાના રૂમમાં પંખા સાથે ગળાફાંસો બાંધીને સુસાઇડ કરી લીધું હતું. જ્યારે તેની સાથે રહેતા અન્ય વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા ત્યારે તેઓએ રૂમનો દરવાજો ખોલ્યો હતો અને તેમને ખિશાલનંદનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. પછી તરત જ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
આ ઘટનાની જાણ મૃતક વિદ્યાર્થીના પરિવારજનોને થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પરીક્ષામાં નપાસ થવાના કારણે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું છે. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીના સુસાઇડ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment