સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક નરાધમ દીકરાએ રસોડામાં પડેલા તવાથી પોતાને માતા-પિતાનો જીવ લઈ લીધો છે. પોતાના માતા પિતાનો જીવ લીધા બાદ દીકરાને જરાક પણ ફરક પડતો નથી તે કપડાં બદલીને પોતાની રૂમમાં શાંતિથી આરામ કરે છે.
આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે આરોપી પુત્ર ખાટલા ઉપર આરામ કરતો જોવા મળી રહ્યો હતો. આ હચમચાવી દેનારી ઘટના ઉત્તરપ્રદેશના ઝાંસીમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ખાટલા ઉપર બેઠેલો આરોપી પુત્ર હસવા લાગ્યો હતો. પોલીસે તેને કંઈક પૂછ્યું તો તેને કાંઈ જવાબ ન આપ્યો.
પછી તેને કહ્યું કે મેં મારા માતા-પિતાનો જીવ લીધો છે. પછી પોલીસે આરોપી અંકિતની ધરપકડ કરી હતી. આરોપી અંકિતની બહેને જણાવ્યું કે, તેનો ભાઈ pubgનો એડિકટ હતો. તેની માનસિક સ્થિતિ સારી ન હતી. પિતા તેને ગેમ રમવાની ના પાડતા હતા. આ બાબતને લઈને અવારનવાર ઘરમાં ઝઘડાઓ થતા હતા. આ વિવાદ ના કારણે અંકિતે માતા પિતાનો જીવ લીધો તેવી આશંકાઓ છે.
વિગતવાર વાત કરીએ તો 58 વર્ષના લક્ષ્મી પ્રસાદ નામના વ્યક્તિ પોતાની પત્ની વિમલા સાથે રહેતા હતા. તેઓ એક સરકારી શાળામાં આચાર્ય હતા. તેમનો 26 વર્ષનો દીકરો અંકિત પણ તેમની સાથે રહેતો હતો. તેમની ત્રણ દીકરીઓ છે. જેમાંથી બે દીકરીઓના લગ્ન થઈ ગયા હતા અને નાની દીકરી ઓરાઇમાં અભ્યાસ કરે છે. આરોપી અંકિત મોબાઈલ રીપેરીંગનું કામ કરતો હતો.
અંકિતની બહેન નીલમે જણાવ્યું કે, તેનો ભાઈ મોબાઈલ પર ખૂબ જ ગેમ રમતો હતો. તેનો ભાઈ છ મહિનાથી રૂમમાંથી બહાર નીકળ્યો નથી. એનું વર્તન પણ બદલાઈ ગયું હતું અને તે માતા પિતા સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. જેથી પરિવારના બધા સભ્યો ચિંતામાં હતા.નીલમ એ જણાવ્યું કે, શનિવારના રોજ સવારે તેને પોતાના પિતાને ફોન કર્યો હતો પરંતુ પિતાએ ફોન ઉપાડ્યો નહીં.
જેથી પડોશમાં રહેતા એક કાકાને નીલમે ફોન કરીને ઘરે જઈને જોવાનું કહ્યું હતું. જ્યારે તે કાકા ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો મેન ગેટ ખુલ્લો હતો. ત્યાં ઘરમાં લક્ષ્મીપ્રસાદ અને વિમલાદેવીનું મૃતદેહ જમીન પર પડેલું હતું. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે માતા-પિતાનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના દીકરા અંકિત એ જ લીધો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment