આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જોઈએ છીએ. આવો જ એક વિડીયો સુરતના ઓલપાડ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવક મારી પત્નીને સાપ કરડ્યો છે એવું કહીને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જેથી ડોક્ટર સહિતનો સ્ટાફ પણ ચોંકી ગયો હતો.
ઓલપાડમાં મહિલાને રસલે વાઇપર સાપે ડંખ માર્યો હતો. જેથી સાપને મારીને પતિ સાથે લઈ આવ્યો હતો, ડોક્ટરોએ રેસલ વાઇપર નામના પ્રજાપતિ ના સ્થાપના બચ્ચું હોવાથી ઝેરની અસર એટલી નહીં હોય એમ કહેતા પરિવારે રાહત અનુભવી હતી. આ સાથે જ મહિલા ને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીને સારવાર ચાલુ રાખવી પડશે એમ તબીબો એ કહ્યું હતું.
જ્યોત્સનાબેન પટેલને પોતાના જ ખેતરમાં કામ કરતી વખતે સાપે ડંખ મારતા પરિવાર દોડતું થઈ ગયું હતું. ઓલપાડમાં રાજેશ પટેલ L&Tમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે, લગ્નને 16 વર્ષ થઈ ગયા છે અને ત્રણ દીકરીઓ છે. આજે સવારે પત્ની જ્યોત્સના ઘર બાજુમાં આવેલા ખેતરમાં ચાલતી તુવેરની વાવણી માં કામ કરવા ગઈ હતી.
આ દરમિયાન આંગળી પર કંઈક કરડી જતા તે તરત દોડીને ઘરે આવી હતી. પરિવારને વાત કરતા પરિવારના સભ્યો ખેતરમાં ગયા હતા જ્યાં સાપનું બચ્ચું જોઈ મારી નાખ્યું હતું. ત્યારબાદ પ્રાથમિક સારવાર આપી હતી, પતિને જાણ થતા ઘરે દોડી આવ્યો હતો. પત્ની અને મૃત સાપને સાથે લઈને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ હતી.
ડોક્ટરોએ પરિવારજનોને કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી, ડોક્ટરોએ પરિવારજનોને કહ્યું હતું કે તપાસ કરતાં સાપ રેસલ વાઇપર નું બચ્ચું હોવાનું સામે આવ્યું હતું. હાલ પ્રાથમિક સારવાર શરૂ કરી દેવાઈ છે, દર્દીની તબિયત પણ સાધારણ છે. 24 કલાક ઓબ્ઝર્વેશન માં રાખવા પડશે, સાપ ના બચ્ચા ને લઇ આવ્યા એ ખૂબ જ સારી બાબત કહેવાય. એના પરથી જ સારવાર નક્કી થતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment