હાલમાં રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ આખી ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. ઓલું કહેવાય છે ને કે દુઃખ ક્યારે આવી પડે તે કોઈને ખબર રહેતી નથી. આવો જ એક કિશોર રાજકોટમાં બન્યો છે. રાજકોટના એક પરિવારમાં દીકરાનો જન્મ થયો હતો. દીકરાનો જન્મ થતાં જ પરિવારના બધા સભ્યો ખૂબ જ ખુશ હતા.
પરંતુ તેમને ક્યાં ખબર હશે કે તેમની આ ખુશી થોડીક વારમાં જ માતમમાં ફેરવાઈ જશે. જાણવા મળી રહ્યું છે કે બાળકને જન્મ આપ્યા બાદ માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. અધુરા માસે જન્મેલો બાળક હાલમાં સારવાર હેઠળ છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, કોટડા સાંગાણીમાં રહેતા 26 વર્ષના આરતીબેન અંકુરભાઈ વઘાસિયાને ગઈકાલે બપોરે 1:00 વાગ્યાની આસપાસ પ્રસુતિની પીડા ઉપાડતા તેમને તાત્કાલિક આનંદ બંગલા ચોકમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
અહીં હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન થયા બાદ આરતી બેને એક દીકરાને જન્મ આપ્યો હતો. અધૂરા માસે દીકરો જન્મ્યો હોવાના કારણે તેને સારવાર માટે પરમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઓપરેશન બાદ આરતીબેન ને પેટમાં દુખાવો ઉપડ્યો હતો એટલે રાત્રે 8:00 વાગ્યાની આસપાસ તેમને બાલાજી ઓલ પાસે આવેલી મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે આરતીબેન ની સારવાર શરૂ કરી દીધી હતી. પરંતુ આરતીબેનને સારવાર કારગત નિવડે તે પહેલા રાત્રે 12:30 વાગ્યાની આસપાસ તેમનું મોત થયું હતું. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર હૃદય બંધ થઈ જતા આરતીબેનનું નિધન થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment