ઓ..હો..હો..! ઝડપી સ્વીફ્ટ કારનો એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… કાર ફૂટબોલની જેમ 6 ફૂટ ઊંચી દિવાલ…. જુઓ ભયંકર અકસ્માતના સીસીટીવી ફૂટેજ…

ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરાના સમરવાડા ગામ પાસે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં રસ્તા પર જતી એક ઝડપી કાર અચાનક જ બેકાબુ બની ગઈ હતી અને બેકાબુ બનેલી કાર એક પેટ્રોલ પંપ ની દિવાલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.

કાર એટલી વધારે સ્પીડમાં હતી કે છ ફૂટ ઊંચી દીવાલ કૂદીને કાર બાજુના ખેતરમાં જઈને પડી હતી. આ ઘટનામાં કારમાં સવાર કાર ચાલકનો ચમત્કારી બચાવો થયો છે. સમગ્ર અકસ્માતની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રસ્તા પરથી પસાર થતી એક ઝડપી સ્વીફ્ટ કાર અચાનક જ બેકાબુ બની ગઈ હતી. જેના કારણે બેકાબુ બનેલી કાર પેટ્રોલ પંપની દિવાલ સાથે અથડાઈને પલટી ખાઈને બાજુના ખેતરમાં જઈને પડી હતી.

અકસ્માતની ઘટનામાં કાર ચાલકનો ચમત્કારી બચાવ થયો છે. અકસ્માતની ઘટના બને ત્યારે એવા દ્રશ્યો જોવા મળ્યા કે જાણે સાઉથના ફિલ્મની શૂટિંગ ન ચાલતી હોય. અકસ્માતની ઘટના બન્યા બાદ આ ઘટનાની ધાનેરા પોલીસને કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી.

ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. પેટ્રોલ પંપ બંધ હોવાના કારણે અહીં વાહન ચાલકોની અવરજવર ન હતી. જેના કારણે પણ કોઈપણ લોકોનો જીવ આ ઘટનામાં ગયો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*