5 વર્ષથી ગામમાં એકલા રહેતા વૃદ્ધ મહિલાની લાશ પાણીના ટાંકામાંથી મળી આવી… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

જૂનાગઢમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકલા રહેતા વૃદ્ધ મહિલાનું મૃતદેહ તેમના જ ઘરના પાણીના ટાંકામાંથી મળી આવ્યું છે. આ ઉપરાંત વૃદ્ધ મહિલાએ પહેરેલા દાગીના પણ ગાયબ થઈ ગયા છે. એટલા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે લૂંટના ઇરાદે આરોપીએ રોજ મહિલાનો જીવ લઈ લીધો અને પછી તેમના મૃતદેહને પાણીના ટાંકામાં ફેંકી દીધી.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ચુડા ગામે જીવતીબેન બાબુભાઈ વસાણી તેમના પતિના મૃત્યુ બાદ છેલ્લા પાંચ વર્ષથી એકલા રહેતા હતા. અધિક માસ ચાલી રહ્યો હોય એટલે જીવતીબેન દરરોજ સવારે વહેલા ઊઠીને મંદિરે દર્શન કરવા માટે જતા હતા.

પરંતુ ગઈકાલે જીવતીબેનનો ઘરનો દરવાજો ખુલ્યો નહીં એટલે પડોશીઓ તપાસ કરવા માટે તેમના ઘરની અંદર ગયા હતા. ઘરમાં પ્રવેશતા જ પડોશીઓના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી. ઘરના પાણીના ટાંકામાંથી જીવતીબેનનું મૃતદેહ પડ્યું હતું. ત્યારબાદ પડોશી એ આ ઘટનાની જાણ જીવતીબેનના દીકરાને કરી હતી. માતાના મૃત્યુના સમાચાર મળતા જ દીકરો ચુડા ગામ ખાતે પહોંચી આવ્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે જીવતીબેનના કાન અને ડોકમાં પહેરેલા દાગીના ગાયબ થઈ ગયા હતા. તેમના ગળાના ભાગે નિશાન જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા વ્યક્તિએ લૂંટના ઇરાદે આ ઘટનાને અંજામ આપ્યો છે. જીવતીબહેનના મોતના સમાચાર મળતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો અને લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો.

તેઓ છેલ્લા પાંચ વર્ષથી ગામમાં એકલા રહેતા હતા તેમનો નાનો દીકરો અમદાવાદમાં હીરા ઘસતો હતો અને મોટો દીકરો હીરા ઘસવાનું કામ કરે છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત પોલીસ આરોપીને પકડવા માટે ડોગ સ્કવોડ અને FSLની મદદ લઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*