ઘરે જતા બે ભાઈઓની બાઈકને ડમ્પરે લગાવી જોરદાર ટક્કર, ભાઈની નજર સામે ભાઈનું મોત… જુવાનજોધ દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ઘણી વખત તમે એવી અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ભયંકર ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બેકાબુ ડમ્પર ચાલકે બાઇક સવાર બે ભાઈઓને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેમાંથી એક ભાઈને મૃત જાહેર કર્યો હતો. જ્યારે એક ભાઈની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે. આ અકસ્માતની ઘટના રવિવારના રોજ મોડી રાત્રે અજમેરમાં બની હતી.

મળતી માહિતી અનુસાર આજરોજ સવારે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. જુવાનજોધ દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના રાત્રિના દસ વાગ્યાની આસપાસ બની હતી.

વિષ્ણુ ગુર્જર અને વિનોદ ગુર્જર બાઈક પર અજમેરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સામેથી આવી રહેલા એક ડમ્પર ચાલકે બંને ભાઈને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર વિષ્ણુ અને વિનોદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિષ્ણુનું મોત થયું હતું. જ્યારે તેના ભાઈ વિનોદ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. વિષ્ણુના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*