વડોદરામાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલ પાઠશાલા નામની હોસ્ટેલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થીનીનું એવું દર્દનાક મોત થયું કે સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, વિદ્યાર્થીનીનું વીજ કરંટ લાગવાના કારણે મોત થયું છે.
આ મામલે વધુ તપાસ માટે પોલીસે મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને વધુમાં તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ રાજસ્થાનના બાંસવાડાની અને પાઠશાલા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 15 વર્ષની ખુશી રાજુભાઈ નામની દીકરીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
આ કારણોસર તેનું મોત થયું હતું. ખુશીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. માત્ર 15 વર્ષની દીકરીનું મોત થયા બાદ હોસ્પિટલમાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા મંજુસર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
ત્યારબાદ મૃત્યુ પામેલી દીકરીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી. સમગ્ર ઘટનાને લઈને સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકે જણાવ્યું કે, રવિવાર હોવાના કારણે બાળકો બહાર રમી રહ્યા હતા અને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરી રહ્યા હતા. ખુશી પણ બહાર રમતી હતી અને હું ઓફિસમાં કામ કરી રહ્યો હતો.
ત્યારે એક બાળકે આવે છે અને કહે છે કે ખુશીને કાંઈક થઈ ગયું છે. પછી અમે ખુશી ગયા હતા અને તેને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. રસ્તામાં તેનો શ્વાસ ચાલુ હતો પરંતુ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. ખુશીને કરંટ કેવી રીતે અને કઈ જગ્યાએથી લાગ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment