રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારને અજાણ્યા વાહને જોરદાર ટક્કર લગાવી, 28 વર્ષના ડોક્ટરનો કરુણ મોત… બહેનની નજર સામે ભાઈનું મોત…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રવિવારના રોજ સાંજના સમયે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાર્ક કરેલી કારને એક અજાણ્યા વાહને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં 28 વર્ષીય ડોક્ટરનું મોત થયું હતું.

અકસ્માતની ઘટના બની ત્યારે ડોક્ટરની સાથે તેની પત્ની અને બહેન પણ હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ડોક્ટર કારમાંથી નીચે ઉતરીને ડીકીમાં પાણીની બોટલ લેવા માટે ગયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં ડોક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામેલા ડોક્ટરના લગ્ન હજુ તો 8 મહિના પહેલા જ થયા હતા. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના અલવરના લક્ષમણગઢ નજીક દિલ્હી-મુંબઈ સુપર એક્સપ્રેસ વે પર બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો દિલ્હીની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરતા અમન યાદવ ગઈકાલે પોતાની પત્ની અને બહેન સાથે દિલ્હીથી જયપુર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અમન યાદવે પોતાની કાર રસ્તાની બાજુમાં ઉભી રાખી હતી.

ત્યારબાદ તેઓ કારમાંથી નીચે ઉતરીને કારની ડીકીમાં મૂકેલી પાણીની બોટલ લેવા માટે ગયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક અજાણ્યા વાહને અમન યાદવ અને તેની કાર જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ડોક્ટર અમન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારબાદ તેમને સારવાર માટે અલવર જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અહીં સારવાર દરમિયાન રાત્રિના સમયે તેમનું મોત થયું હતું. ડોક્ટર અમનના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે ડોક્ટર અમનના લગ્ન હજુ તો આઠ મહિના પહેલા જ થયા હતા. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકની બેદરકારીના કારણે એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*