આજકાલ સોશિયલ મીડિયા પર એવા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને આપણને નવાઈ પણ લાગે છે અને અમુક વાર હસવું પણ આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા પર બાઈક ચલાવતા સ્ટંટના ઘણા વિડીયો વાયરલ થયા છે. દિલ્હી સહિત સમગ્ર એન.સી.આર માં બાઈક પર બેસીને સ્ટંટ કરતા કપલ્સ ના કેટલાક વિડીયો સામે આવ્યા છે.
આ દિવસોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે દંગ રહી જશો. આ વીડિયોમાં એક ખેડૂત આખી સીટ પર પશુ માટે ચારો બાંધીને પાછળ બેસીને બાઈક ચલાવી રહ્યો છે. ગામડાઓમાંથી આવા વિડીયો ભૂતકાળમાં પણ વાયરલ થયા છે જેમાં આ રીતે બાઈક પર ચારો લઈ જવામાં આવતો જોવા મળ્યો હતો.
વાયરલ થઈ રહેલો આ વિડીયો કોઈ ગામડાનો હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં એક ખેડૂત બાઈક પર ઘણું બધું ઘાસ રાખીને કોઈ સંકોચ વિના ડ્રાઇવિંગ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ખેડૂતની ડ્રાઇવિંગ કુશળતાના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક ખેડૂત કઈ રીતે પાછળ બેઠો છે અને ટાંકી અને આખી સીટ પર ઘાસ રાખીને બાઈક ચલાવી રહ્યો છે.
Rate this guy’s riding skills from 1 to holy smokes ! pic.twitter.com/NYtIuAtQaH
— CCTV IDIOTS (@cctvidiots) July 29, 2023
આ વીડિયોમાં માત્ર બાઈકનો પાછળનો ભાગ અને આગળનો ભાગ જ દેખાય છે. ડ્રાઇવર હસતો હોય છે અને કોઈ પણ ટેન્શન વગર આરામથી બાઈક ચલાવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા વપરાશકર્તાઓ આ વિડીયો પર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે, આ વિડીયો જોયા બાદ એવું લાગે છે કે તે વ્યક્તિ બાઈક પર બેસીને યોગ કરી રહ્યો છે.
એક યુઝરે મજાકમાં કમેન્ટ કરીને કહ્યું કે હું તે યોગ સ્કવોટિંગ પોઝિશનથી વધુ પ્રભાવિત છું. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે ભાઈ આવો વિડીયો ના મૂકો ટ્રાફિક પોલીસ જોશે તો બિચારા સામે કેસ કરશે. એક યુઝરે લખ્યું કે આ ભાઈ મંગળ પર નાસાના માનવ મિશનના પાયલટ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment