આજકાલ સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણને નવાઈ લાગે છે. સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થશે તે કોઈ જાણતું નથી. ક્યારેક કોઈ સાયકલને ઈલેક્ટ્રીક સાયકલ માં ફેરવી દે છે, તો ક્યારેક કોઈ ઈટમાંથી કુલર બનાવે છે. આવો જ એક નવો જુગાડ નો વિડીયો વાયરલ થયો છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ વીડિયોમાં એક વ્યક્તિએ કેટલાક સાધનો સાથે કંઈક એવું કર્યું છે કે જે દરેકને પસંદ આવી રહ્યું છે. લોકો આ યુવકોની પ્રશંસા કરતા થાકતા નથી, તમે આવા ઘણા વિડીયો જોયા હશે જેમાં લોકો અદભુત મશીનો બનાવવા માટે ગમે તેમ કરીને જુગાડ કરે છે. કામની વસ્તુઓ બનાવી દે છે અને તેનો વિડીયો વાયરલ થતા તે લોકો ચર્ચામાં આવી જાય છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારની ડિઝાઇનમાં લાકડાની હાથ લારી જેવી વસ્તુને કારનો આકાર આપીને ગાડીની જેમ જ પૈડા, સ્ટેરીંગ અને હોર્ન પણ લગાવે છે. બાઈકનું એન્જિન તેમાં ફીટ કરવામાં આવ્યું છે, તે જ સમયે સ્ટીયરીંગ ને સારી ડિઝાઇન આપવામાં આવી છે. આ ઉપરાંત જુના ટીન ફીટ કરીને વાહનની બોડી બનાવવામાં આવી છે. જુના ટાયર નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ શાનદાર કાર જોઈને તમને પણ ખુશી થશે.
Desi jugaad or desi innovation? #jugaad #innovation pic.twitter.com/CwxFCmjjsD
— Neeraj M (@being_happyyy) July 27, 2023
આ વાયરલ વિડીયો ટ્વીટર પર @being_happyyy નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શન માં લખ્યું છે કે દેશી જુગાડ કે દેશી ઇનોવેશન ? 29 સેકન્ડની આ ક્લિપ માં જુગાડથી બનેલી આ કારમાં કેટલાક છોકરાઓ બેસીને પ્રવાસની મજા માણી રહ્યા છે. વાહનમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યા છે કે તમે વિચારવા મજબૂર થઈ જશો.
યુઝર્સના આ જુગાડ કારને ખૂબ પસંદ કરી રહ્યા છે, આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે. જોકે આવા વાહનથી અકસ્માત નો ભય રહે છે, છતાં ભારતીય ના આ દેશી જુગાડને જોઈને સોશિયલ મીડિયાના લોકો તેના વખાણ કરી રહ્યા છે. આનું કારણ એ છે કે ઓછા ખર્ચે આવી શોધ કરવી દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી, તમે આ કાર વિશે શું કહો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment