રાજકોટમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર જયરામ પાર્કમાં તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતું જલ્પાબેન નામની મહિલાએ ઝેરી દવા પીને સુસાઈડનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો જલ્પાબેનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
પરંતુ હોસ્પિટલમાં જલ્પાબેનની યોગ્ય સારવાર થાય તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર જલ્પાબેન ભગવાનજીભાઈ બગથરીયાની ઉંમર 40 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર જલ્પાબેનના પ્રથમ લગ્ન થયા બાદ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. લગભગ છ મહિના પહેલા જ રાજકોટના લક્ષ્મણભાઈ નામના વ્યક્તિ સાથે તેમના બીજા લગ્ન થયા હતા.
લક્ષ્મણભાઈના પ્રથમ પત્ની આ દુનિયામાં હયાત નથી. ગઈકાલે જલ્પાબેનના પતિ કારખાને ગયા હતા, ત્યારે તેમને ઘરે ઝેરી ટુકડો ખાઈ લીધો હતો. ત્યાર પછી તેમને રીબડામાં રહેતી પોતાની માતા અને બહેનને ફોન કર્યો હતો. ત્યારબાદ જલ્પાબેને બંનેને પોતે ઝેરી ટુકડો ખાઈ લીધો છે. તે વાતની જાણ કરી હતી અને આ વાત મારા પતિને કરી દેજો તેમ પણ કહ્યું હતું. ત્યારબાદ બહેને આ વાતની જાણ જલ્પાબેનના પતિને કરી હતી. તેથી તેઓ તરત જ ઘરે પહોંચ્યા હતા.
ત્યારબાદ લક્ષ્મણભાઈ પોતાની પત્ની જલ્પાબેનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં તો જલ્પાબેન નું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટના બનતા જલ્પાબેનના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. તેમને સુસાઇડ જેવું મોટું પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment