7 વર્ષની દીકરીના પિતાએ વાડીએ જઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… માસુમ દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગાંધીનગરના દહેગામના નવા થાંભલીયા ગામના 28 વર્ષના યુવકે ખેતરની ઓરડીમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટના યુવકના પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને રખિયાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ કલ્પેશ વિષ્ણુભાઈ પટેલ હતું. કલ્પેશના પરિવારમાં તેની પત્ની અને સાત વર્ષની દીકરી છે. કલ્પેશ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે બપોરના સમયે તે કામ પર જવું છું તેમ કહીને બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો.

મોદી સાંજ થઈ ગઈ છતાં પણ કલ્પેશ ઘરે આવ્યો નહીં. જેથી કલ્પેશના પિતાએ પોતાના પરિવારજનો સાથે કલ્પેશની શોધખોળ શરૂ કરી દીધી હતી. બધા કલ્પેશને શોધતા શોધતા ખેતરમાં પહોંચ્યા હતા. ત્યારે કલ્પેશની બાઈક ઓરડીની બહાર પડી હતી. જેથી પરિવારના સભ્યોએ ઓરડીમાં તપાસ કરી હતી. ત્યારે અંદર કલ્પેશ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો.

આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો ચોકી ઊઠ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કલ્પેશના મૃતદેહને નીચે ઉતાર્યું હતું અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે કલ્પેશે અગમ્યા કારણોસર સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે અને સુસાઇડ પાછળનું કારણ જાણવાની પણ કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*