રસ્તા ઉપર અચાનક જ કૂતરું આડું આવતા બાઈક સવાર બે યુવકોને નડ્યો ભયંકર અકસ્માત… એક યુવકનું સારવાર દરમિયાન કરુણ મોત…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કારવણ અને ડભોઈ વચ્ચેના રોડ પર બાઈક સ્લીપ થતા એક અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બાઈક સવાર યુવકનું કરુણ મોત થયું હતું

જાણવા મળી રહ્યું છે કે રસ્તા ઉપર અચાનક જ કૂતરું આડું આવ્યું હતું, જેના કારણે એક બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી, આ ઘટનામાં બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિને ગંભીર ઈચ્છા પહોંચી હતી. ત્યારબાદ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ નિલેશભાઈ હતું અને તેઓ પૂર્વ ઇન્ટરનેશનલ ખોખોના ખેલાડી હતા. મળતી માહિતી અનુસાર નિલેશભાઈ રિકવરી ના કામ માટે ડભોઇ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ઘટના બનતા જ નિલેશભાઈના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા નિલેશભાઈ ની ઉંમર 41 વર્ષની હતી. નિલેશભાઈ અને આર બી ફુલવાલા નામના બંને વ્યક્તિઓ એક ખાનગી બેંકમાં રિકવરી નું કામ કરતાં હતા. આ બંને સોમવારના રોજ ડભોઇ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ કૂતરું આડું આવતું હતું જેના કારણે બાઈક ચલાવનાર આર.બી.ફુલવાલાએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી.

આ ઘટનામાં બાઇકની પાછળ બેઠેલા નિલેશભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજરોજ વહેલી સવારે સારવાર દરમિયાન નિલેશભાઈ નું મોત થયું હતું. નિલેશભાઈ ના મોતના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જ્યારે તેમના સાથીદારની સારવાર ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*