આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સા ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણી વખત આવા ભયાનક અકસ્માતમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે.ઘણી વખત અકસ્માત માં લોકોને બ્રેઈન્ડેડ પણ થાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 22 જુલાઈની મધરાતે પ્રેરક ઘટના બની.
ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દી બ્રેઈન્ડેડ થતા તેમના પત્ની મન મોટું રાખીને હિંમત પૂર્ણ અંગદાન કર્યું. ભાવપૂર્ણ થયેલ આ અંગદાન હૃદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. સમગ્ર ઘટના એવી બની કે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને કેટરિંગ નો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતાં ૪૩ વર્ષીય રોશનભાઈ પુરોહિત ને 17 જુલાઈ માર્ગ અકસ્માત નડ્યો હતો.
આ માર્ગ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચી અને માથાના ભાગમાં પણ ઈજાઓ થઈ હતી. જેથી સ્થાનિક જનોએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર માટે લાવીને બિનવારરસી તરીકે દાખલ કર્યા હતા. ત્યારબાદ પરિવારજનો એ પણ રોશન ભાઈ ના અકસ્માત અને સિવિલ હોસ્પિટલમાં દાખલ છે તેની જાણ થતા તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
અહીં હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવેલ આઇ.સી.યુ માં રોશન ભાઈ ને દાખલ કરીને જરૂરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આમ તો તબીબો ની મહેનત અને હોસ્પિટલ તંત્રની સારવાર પરિણામે એક ક્ષણ માટે લાગ્યું હતું કે રોશનભાઈ સાજા થઈ જશે. એવામાં 23મી જુલાઈના રોજ તેમની કિસ્મતએ પલટો માર્યો હતો અને તેઓ બ્રેઈન્ડેડ થયા હતા.
યમદૂતે જેમ નક્કી જ કરી લીધું હોય તે પ્રમાણે યમલોકના માર્ગે લઈ જવા વિધાતા એ પણ તમામ તૈયારીઓ કરી દીધી હતી. પરંતુ રોશન ભાઈના સલાને પણ સલામ આપવી પડે. સતત સાત દિવસ તેવો મૃત્યુને મ્હાત આપ વાલડીયા હતા. અંતે તો પ્રભુને ગમ્યું એ જ થયું 23મી જુલાઈએ તબીબો એ રોશન ભાઈને બ્રેઈન્ડેડ જાહેર કર્યા.બ્રેઈન્ડેડ રોશન ભાઈ ને ધર્મ પત્નીએ આ જ ક્ષણે પરોપકાર ભાવ સાથે હિંમતપૂર્ણ પતિના અંગોનું દાન કર્યું.
હોસ્પિટલના તબીબોને હૃદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. હૃદય સીમ્સ હોસ્પિટલમાં, લીવર અને બંને કિડની સિવિલની કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષી જ્યારે અંગદાનની પ્રાર્થનામાં પહોંચ્યા ત્યારે તેમના માટે પણ ભાવપૂર્ણ થયેલ આ અંગદાનની ક્ષણ ભાવભીની બની રહી. તેમણે શ્રદ્ધાંજલિ સાથે પુરોહિત પરિવારનું હોસ્પિટલના વડા તરીકે અંગદાન સ્વીકાર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment