વાંકાનેરમાં રખડતા ઢોરે વૃદ્ધ મહિલાને હવામાં ફંગોળીને જમીન પછાડી, ત્યાર પછી તો કંઈક એવું બન્યું… વીડિયો જોઈને રૂવાડા બેઠા થઈ જશે…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે રખડતા ઢોરના ત્રાસની વધુ એક ઘટના વાંકાનેર માંથી સામે આવી રહી છે.

આ ઘટનામાં વાંકાનેરના દીવાનાપરા વિસ્તારમાં રખડતા ઢોરે એક વૃદ્ધ મહિલાને અડફેટેમાં લીધી હતી. જેના કારણે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, હાલમાં તેની સારવાર ચાલુ છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલાઓ રસ્તા પર ચાલીને જઈ રહી હતી. આ દરમિયાન બે રખડતા ઢોર ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન એક ઢોર બે કાબૂ બની ગયો હતો અને તે વૃદ્ધ મહિલાની પાછળ દોડી હતો.

જેથી મહિલા પોતાનું બચાવ કરવા માટે દોડી હતી. આ દરમિયાન રખડતા ઢોરે પાછળથી આવીને મહિલાને શિંગડા પર ઉઠાવીને જોરથી રસ્તા ઉપર પટકી હતી. જેના કારણે વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તે ઘટના સ્થળે બેભાન થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ અન્ય એક મહિલા પણ ત્યાં દોડી આવી હતી.

પછી આસપાસના લોકો પણ વૃદ્ધ મહિલા ની મદદ માટે ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ વૃદ્ધ મહિલા અને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*