રાજકોટમાં સ્કૂલેથી છૂટીને ઘરે આવતી દીકરીને બસ ચાલકે કચડી નાખી… દીકરીનું તડપી તડપીને કરુણ મોત…

રાજકોટમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ધોરણ-10 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું મોત થયું છે. રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના વાંગધ્રા ગામે આવેલી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને બસ ચાલકે અડફેટેમાં લીધો હતો. આ અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

મૃતકની ફાઈલ તસવીર

ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સૌપ્રથમ આટકોટ લઈ જવામાં આવી હતી ને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં બે દિવસની સારવાર બાદ દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ધોરણ 10 માં અભ્યાસ કરતી દીકરી 21 તારીખના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ છૂટીને સાયકલ લઈને પોતાના મામાના ઘરે જતી હતી. જ્યારે દીકરી ગામના બસ સ્ટેશન નજીક પહોંચી ત્યારે વિછીયા થી સુરત જતી ગુરુદત્ત ટ્રાવેલર્સ નામની બસે દીકરીને અડફેટેમાં લીધી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ગામના લોકોએ બસને અટકાવી હતી, પરંતુ બસ ચાલક ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી દીકરીને 108ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી અને આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી.

સૌપ્રથમ દીકરીને સારવાર માટે આટકોટ લઈ જવામાં આવી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં બે દિવસની સારવાર બાદ દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં પોલીસે બસ ચાલક વિરોધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં એક બસ ચાલકની બેદરકારીના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*