ગુરૂવારના રોજ બપોરના સમયે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સરકારી બગીચામાં રમી રહેલા 12 વર્ષના બાળકનું દર્દનાક મોત થયું છે. તો ચાલો જાણીએ બગીચામાં રમી રહેલા બાળક સાથે અચાનક એવું તો શું બન્યું હશે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સરકારી બગીચામાં વોટર રિચાર્જ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો.
આ ખાડામાં વરસાદી પાણી ભરાયું હતું. આ દરમિયાન બગીચામાં રમી રહેલો 12 વર્ષનો બાળક પાણીથી ભરેલા ખાડામાં ડૂબી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર બગીચામાં હાજર કેટલાક લોકોએ પાણીમાં બાળકના વાળ જોયા હતા. પછી ત્યાં હાજર લોકોએ પાણીમાં ઉતરીને બાળકને બહાર કાઢ્યો હતો અને તેને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ ત્યાં સુધીમાં તો બાળકનું મોત થઈ ગયું હતું. આ દુખદ ઘટના ઇંદોરમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકનું નામ રેહાન મુરાદ ખાન હતું અને તેની ઉંમર 12 વર્ષની હતી. બાળક એક બગીચામાં રમવા માટે ગયો હતો. અહીં બાળક પાણીથી ભરેલા ખુલ્લા ખાડામાં પડી ગયો હતો. આ કારણોસર તેનું રિબાઈ રિબાઈને મોત થયું હતું.
આ બગીચામાં એક વર્ષ પહેલાં ચોકીદારી કરતાં વ્યક્તિએ જણાવ્યું કે, અગાઉ આ બગીચો ખાનગી હાથમાં હતો અને હું ત્યાં ચોકીદારી કરતો હતો. પરંતુ એક વર્ષ પહેલા આ બગીચો કોર્પોરેશનના હાથમાં ચાલ્યો ગયો હતો. કોર્પોરેશનને અહીં બનાવેલું મારું મકાન પણ તોડી નાખ્યું હતું, ત્યારથી હું અહીં ચોકીદારી કરતો નથી. અહીં બહારના લોકો આવીને દારૂ પીને ગંદા ગંદા કામ કરે છે અને જેને રોકવા વાળું કોઈ પણ નથી.
જાણવા મળી રહ્યો છે કે બગીચામાં વોટર રિચાર્જ માટે ખાડો બનાવવામાં આવ્યો હતો. ખાડા પાસે કોઈપણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. એટલું જ નહીં પરંતુ બગીચામાં ઇલેક્ટ્રીક વાયર પણ ખુલ્લેઆમ પડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોર્પોરેશનની ભૂલના કારણે આજે એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment