હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ “હું સ્પાઇડરમેન છઉ” તેમ કહીને સ્કૂલમાં પહેલા માળેથી નીચે છલાંગ લગાવી દીધી. વિદ્યાર્થીએ લગભગ 16 ફૂટની ઊંચાઈ પરથી નીચે સલાંગ લગાવી હતી. આ ઘટના બનતા જ શાળામાં હાજર તમામ લોકો દોડતા થઈ ગયા હતા.
આ ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 19 જુલાઈના રોજ બની હતી. પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ આજરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી સામે આવી રહી છે.
આવું પગલું ભરનાર વિદ્યાર્થીનું નામ વિરાટ છે. મિત્રો તમને જણાવી દઈએ કે કાનપુરમાં ડોક્ટર વિરેન્દ્ર સ્વરૂપ એજ્યુકેશન સેન્ટર આવેલું છે. આ સ્કૂલમાં આઠ વર્ષનો વિરાટ નામનો બાળક ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. 19 જુલાઈના રોજ સ્કૂલના બાળકો વચ્ચે સ્પાઇડરમેન વિશે વાત થઈ રહી હતી. આ દરમિયાન વિરાટ હું સ્પાઇડરમેન છું તેવું બોલીને શાળાના પહેલાથી નીચે કૂદી પડ્યો હતો.
“હું સ્પાઇડરમેન છું..” તેવું બોલીને 8 વર્ષના વિદ્યાર્થીઓ સ્કૂલમાં પહેલા માળેથી નીચે છલાંગ લગાવી દીધી, પછી તો… જુઓ હચમચાવી દેતો વિડિયો… pic.twitter.com/qAjqdADxgK
— GUJJU ROCKZ (@gujju_rockz) July 21, 2023
આ ઘટના બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટ આ ઘટનાની જાણ વિદ્યાર્થીના માતાને કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીના માતા-પિતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. હાલમાં વિદ્યાર્થી વિરાટની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર શાળામાં છૂટી પડવાની હતી. તેના થોડાક સમય પહેલા વિરાટે પાણીની બોટલ ભરવા જવાની પરવાનગી શિક્ષક પાસે માંગી હતી. જેથી તે ક્લાસરૂમની બહાર ઠંડુ પાણી ભરવા માટે ગયો હતો. ત્યારે ત્યાં તેના ત્રણ મિત્રો આવી પહોંચ્યા હતા. ત્યાર પછી આ ત્રણેય મિત્રો વચ્ચે સ્પાઇડરમેનની જેમ કૂદવાની ચર્ચાઓ થવા લાગી હતી અને તેની જેમ કોણ કૂદી શકે તેવી પણ ચર્ચાઓ થતી હતી.
આ દરમિયાન બાળકો વચ્ચે સર્ક લાગી ગઈ હતી. જેના કારણે વિરાટ ચાર ફૂટની રેલીંગ ઉપર ચડી ગયો હતો અને પછી ત્યાંથી નીચે કૂદીયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જ્યારે વિરાટ આ પગલું ભરી રહ્યો છે. ત્યારે તે એકલો રેલિંગ તરફ આગળ વધે છે અને પછી ત્યાંથી નીચે કૂદી જાય છે. સમગ્ર ઘટનાને લઈને વિરાટની માતાએ જણાવ્યું કે આ બધું વિરાટની ના સમજના કારણે બન્યું છે એટલા માટે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાની નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment