હાલમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. ગુરુવારના રોજ નદીમાં ન્હાવા ગયેલા બે મિત્રો સાથે કંઈક એવી ઘટના બની કે બંનેના પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે નદીમાં નહાતી વખતે બંને મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા અને બંનેનું મોત થયું હતું.
આ ઘટના ગુરૂવારના રોજ બપોરના સમયે રાજસ્થાનના બાડમેરમાં 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જાણવા મળી રહ્યું છે કે બંને જ્યારે નદીમાં ન્હાવાની મજા માણી રહ્યા હતા ત્યારે બંનેના પગ ઝાડિમાં ફસાઈ ગયા હતા. જેના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા.
જેથી બંનેનું પાણીમાં ડૂબી જવાના કારણે રિબાઈ રિબાઈને મોત થયું હતું. મળતી માહિતી અનુસાર આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક બાઈક સવારને નદીના કિનારે કપડા પડેલા જોયા હતા. પરંતુ તેને નદીમાં કે આસપાસ કોઈ ઉભેલું દેખાતું ન હતું.
આ દરમિયાન બાઇક સવાર વ્યક્તિને એક વ્યક્તિએ જણાવ્યું કે બપોરના બે વાગ્યાની આસપાસ બે લોકો નદીમાં હતા, જે હજુ સુધી બહાર આવ્યા નથી. પછી બાઈક સવારે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે પહોંચી આવી હતી.
પોલીસે સ્થાનિક તરવૈયાને ઘટના સ્થળે બોલાવ્યા હતા. તરવૈયાઓની મદદથી બંને યુવકોની શોધખોળ નદીમાં શરૂ કરી દીધી હતી. ત્યારે ગુરૂવારના રોજ સાંજના 5:00 વાગ્યાની આસપાસ એક યુવકનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનામાં દયારામ અને સુમિત નામના બંને યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બંનેની ઉંમર 22 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે સુમિતના મૃતદેહને સાંજે 7:00 વાગ્યાની આસપાસ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment