સુરતમાં બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં વાહન ચાલકની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે અથવા તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે સુરતમાં બનેલી અકસ્માતની ઘટનામાં કંઈક એવું જ એક મહિલા સાથે બન્યું છે.
સુરતમાં એક એમ્બ્યુલન્સ ચાલકે રિવર્સ લેતી વખતે પાછળ ઉભેલી મહિલાને કચડી નાખી હતી. સદનસીબે આ ઘટનામાં મહિલાનો ચમત્કારી બચાવો થયો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરતના સરથાણા સ્થિત જ્યોતિ બિઝનેસ સેન્ટર નજીક બની હતી. અહીં સુરત મહાનગરપાલિકાની એમ્બ્યુલન્સના ડ્રાઇવર એક મહિલાને કચડી નાખી હતી. મળતી માહિતી અનુસાર મળેલા ફોન પર ઉભી રહીને વાત કરી રહી હતી. આ દરમિયાન ડ્રાઇવર એમ્બ્યુલન્સ લીધી હતી અને આ દરમિયાન પાછળ ઊભેલી મહિલા એમ્બ્યુલન્સની અડફેટેમાં આવી ગઈ હતી.
સદનસીબે આ ઘટનામાં મહિલાઓનો ચમત્કારી બચાવ થયો છે. ભણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં મહિલાના ખંભાના ભાગે ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે અને વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા ફોન પર વાત કરી રહી છે. ત્યારે તે એમ્બ્યુલન્સમાં આવી જાય છે. સમગ્ર ઘટના બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment