સવારે સાઇકલ લઈને શાળાએ જતા વિદ્યાર્થીનું ખરાબ રસ્તાના કારણે કરુણ મોત… એક જ ઝટકામાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

હાલમાં બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ઘરેથી સાયકલ લઈને શાળાએ જતા ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીનું રસ્તામાં મોત થયું છે. વિદ્યાર્થી સાયકલ લઈને જતો હતો. ત્યારે અચાનક જ તે સાયકલ પરથી નીચે પડી ગયો હતો. આ કારણોસર તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત થઈ ગયું હતું.

અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ બાળકની શાળાના શિક્ષકો અને પોલીસ ઘટનાએ પહોંચી આવી હતી. બાળકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ સવારના સમયે બની હતી.

મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓનું નામ સંદીપ હતું અને તે 16 વર્ષનો હતો. સંદીપ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. રોજની જેમ સંદીપ બુધવારના રોજ એટલે કે આજરોજ સવારે સાત વાગ્યાની આસપાસ ઘરેથી લઈને શાળાએ જવા માટે નીકળ્યો હતો. ત્યારે ખરાબ રસ્તાના કારણે સાયકલ સવાર સંદિપે અચાનક જ સાયકલ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે તે સાયકલ ઉપરથી નીચે પડી ગયો હતો. સાયકલ પરથી નીચે પડતા જ સંદીપના માથાના ભાગે આંતરિક ઈજા પહોંચી હતી. ત્યારે ત્યાં હાજર ગામ જનો સંદીપની મદદ માટે દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સંદીપની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

સંદીપના મોતના સમાચાર મળતા જ તેના શાળાના શિક્ષકો અને પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સંદીપ ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાનો હતો. સંદીપ નુ મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. માથાના ભાગે આંતરિક ઈજા પહોંચીએ હતી જેના કારણે સંદીપનું કરુણ મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*