રસ્તા પર સાયકલ લઈને જતા 12 વર્ષના બાળકને બાઈક ચાલકે કચડી નાખ્યો, બાળકનું ઘટના સ્થળે કરુણ મોત… પછી તો કંઈક એવું બન્યું કે પોલીસ દોડતી થઈ ગઈ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બાઈક સવાર યુવકની બેદરકારીના કારણે સાયકલ સવાર વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખૂબ જ ઝડપમાં જતી એક બાઈકે સાયકલ સવાર વિદ્યાર્થીને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ તો ગામના લોકોએ ભેગા મળીને નેશનલ હાઈવે 31 બ્લોક કરી દીધો હતો અને પોલીસની સામે ભારે હંગામા મચાવ્યો હતો. આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલા બાળકનું નામ હર્ષિત રાજ હતું અને તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. તે ધોરણ છ માં અભ્યાસ કરતો હતો. હર્ષિત રાજ મંગળવાર ના રોજ મોડી સાંજે પોતાની સાઇકલ લઈને કાંઈક જઈ રહ્યો હતો. આ દરમિયાન એક ઝડપી બાઈક સવારે હર્ષિત રાજને કચડી નાખ્યો હતો અને તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

સમગ્ર ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ગુસ્સામાં ભરાયેલા ગામના લોકોએ દીકરાના મૃતદેહને NH 31 મૂકીને કલાકો સુધી રોડ બ્લોક કરી દીધો હતો. પછી તો પોલીસે ગામના લોકોને ખૂબ જ સમજાવ્યા અને છેવટે ઘણા સમય બાદ રોડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાઈક સવાર યુવક કોણ હતું અને તે ક્યાંનો રહેવાસીએ તો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. બાઈક સવાર યુવકને શોધવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*