છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને ખાસ કરીને રાજકોટમાં આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી એક સોસાયટીની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. રાજકોટ શહેરના કાલાવાર રોડ પર આવેલ રવિ પાર્ક શેરી નંબર એક પાસે આવેલી નવા સહજ હોટલમાં ગત 13 તારીખના રોજ ઊર્મિલ પટેલ નામના એક યુવકે ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારે આ કેસને લઈને હવે એક નવો વળાંક આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકે પોતાના બનેવી અને તેના માતા-પિતાના ત્રાસથી કંટાળીને સુસાઇડ કર્યું હતું. આ વાતનો ખુલાસો મૃતક યુવકની બેહેને કર્યો હતો. મળતી માહિતી અનુસાર પામેલા યુવકની બહેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ કરનાર બહેને આરોપી તરીકે પોતાના પતિ વિશાલ, સસરા મનસુખભાઈ અને સાસુ શારદાબેનનું નામ પોલીસ સ્ટેશનમાં આપ્યું છે. પોલીસે હાલમાં ત્રણેય સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ઊર્મિલે સુસાઇડ કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેને લખ્યું હતું કે, હું ઊર્મિલ ભીમાણી સુસાઇડ કરું છું, તેનું કારણ નીચે મુજબ છે. વિશાલ મનસુખભાઈ હીરાણી, મનસુખભાઈ વિરાણી અને શારદાબેન હીરાની આ ત્રણેય અમને છેલ્લા 10 વર્ષથી હેરાન કરે છે. મારી બહેનને ત્યાં નથી જવું તો પણ છૂટાછેડા આપતા નથી. અમારા આખા પરિવારને હેરાન કરીને અમારો જીવ લેવાની ધમકી આપે છે.
વધુમાં ઉર્મિલે લખ્યું હતું કે, ગુજરાત સરકાર અને ભારત સરકારે નારી પ્રત્યેના આટલા બધા કાયદા કર્યા છે, તો મારી બહેનને દસ દસ વર્ષથી ન્યાય કેમ નથી મળતો. તો હું તમને વિનંતી કરું છું કે મારી બહેનને ન્યાય અપાવો એવરીવન સોરી… મળતી માહિતી અનુસાર ઊર્મિલ ની બહેનના લગ્ન 2011માં વિશાલ નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ વિશાલ અને તેની પત્ની વચ્ચે મનમેળ ન થતા સાસરિયાંઓ ઉર્મિલની બહેનને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા.
જેના કારણે ઊર્મિલની બહેન સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પોતાના માવતર ના ઘરે આવી ગઈ હતી. પછી તેને પોલીસ મથકમાં સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. પછી ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો જેમાં રૂપિયા 6000 લઈને ભરણપોષણ નક્કી થયું હતું. ઉર્મિલ ની બહેને પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માટે રાજકોટ ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો. પરંતુ કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ હાઇકોર્ટમાં છુટાછેડા નો કેસ કરવામાં આવ્યો હતો અને જે કેસ ચાલુ છે.
પતિ છૂટાછેડા કરવા માટે પૈસા માગતો હતો. આટલું જ નહીં પરંતુ સાસરિયાઓ ઊર્મિલને પણ હેરાન કરતા હતા. બહેનના સાસરિયાંઓની ઊર્મિલ બધી રજૂઆતો પૂરી કરતો હતો છતાં પણ તેઓ છુટાછેડા માટે માનતા ન હતા. આ બધાથી કંટાળીને 13 તારીખના રોજ સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ઊર્મિલે કારખાને કામે જવું છું તેમ કહીને ઘરની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ તે એક હોટલમાં ગયો હતો અને ત્યાં તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment