Junagadh, Emotional viral video: આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો(Emotional viral video) જોયા હશે જેમાં પુત્ર હોય કે પુત્રી પોતાની માતા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો જુનાગઢ માંથી સામે આવ્યો છે, જૂનાગઢના(Junagadh) માંગનાથ વિસ્તારમાં માતૃપ્રેમની એક અનોખી ઘટના સામે આવી છે. માંગનાથ વિસ્તારમાં રહેતી ત્રણ પુત્રીઓની માતાનું અવસાન થતા પુત્રીઓ દ્વારા માતા હજુ હયાત જ છે.
તેવી પ્રતીતિ થાય તે માટે માતાનું સ્ટેચ્યુ બનાવી અનોખી માતૃ વંદના કરવામાં આવે છે. જ્યારે તેમના માતા જીવતા હતા ત્યારે જે પ્રકારે સેવાચાકરી કરવામાં આવતી હતી તેવી જ હાલમાં સેવાચાકરી કરવામાં આવી રહી છે. માતાના અવસાન બાદ તેમનું મોટું સ્ટેચ્યુ બનાવી જુનાગઢની ત્રણેય પુત્રીઓએ તેમના માતા પ્રત્યેનો અનોખો ભાવ વ્યક્ત કર્યો છે.
જુનાગઢ ની ત્રણ પુત્રીઓએ તેમની માતાના અવસાન બાદ એક સરાહનીય કામ કર્યું છે. દીકરીઓએ માતાના મૃત્યુ બાદ તેમનું સ્ટેચ્યુ બનાવી હજુ તેમના માતા હયાત છે તેવી પ્રતીતિ ઊભી કરી છે. જેમાં માતા હયાત છે તેવું માની માતાની અગાવ જેવી જ સેવા પૂજા, થાળ, તેમના કપડા બદલવા, સ્નાન કરાવું સહિતની પ્રવૃત્તિ કરી રહી છે. ત્રણેય પુત્રીઓએ માતાને ગમતી તમામ સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે ટ્રસ્ટ બનાવી અનેક પ્રકારની સેવાકીય કામગીરી શરૂ કરી છે.
જુનાગઢ ના માંગનાથ વિસ્તારના સ્વ. હીરાબેન ની પુત્રીઓ જેમાં કલ્પનાબેન, શીતલબેન અને જીયાબેન નામની ત્રણેય દીકરીઓ તેમની માતાને દરરોજ સવારમાં ઊઠીને પગે લાગે છે. બહાર જાય ત્યારે તેમને કહીને જાય છે, આ સાથે દીકરીઓ સવારમાં હીરાબેનની પ્રતિમાને ચા અને નાસ્તો આપે છે. બપોરે અને સાંજે ભોજન નો થાળ ધરે છે, તેમને સ્નાન કરાવી કપડા પણ બદલાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment