છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનો અને યુવતીઓને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં શાળાના પ્રાર્થના હોલમાં હાર્ટ એટેક આવવાના કારણે એક વિદ્યાર્થીનું મોત થયું છે.
આ ઘટના મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાની એક શાળાની અંદર બની હતી. આ ઘટના બનતા જ વિદ્યાર્થીના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સ્કૂલના પ્રાર્થના હોલમાં અચાનક જ વિદ્યાર્થી બેભાન થઈને નીચે પડી ગયો હતો. થોડીક વાર પછી વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું.
જાણવા મળી રહ્યું છે કે, પ્રાર્થના હોલમાં વિદ્યાર્થી અચાનક જ બેભાન થઈને નીચે પડ્યો ત્યારે તેને સીપીઆર આપીને તેનો જીવ બચાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ તેનો જીવ બચી શક્યો હતો નહીં. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ સાર્થક હતું અને સાર્થકના પિતા છત્તરપુર શહેરના એક જાણીતા વેપારી હતા.
સાર્થક રાબેતા મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ શાળાએ ગયો હતો. આ દરમિયાન સાર્થક શાળાને પ્રાર્થના હોલમાં અચાનક જ બેભાન થઈ ગયું હતું. ઘટનાની જાણ તેના સંબંધીઓને કરવામાં આવી હતી. એટલે સંબંધીઓ તાત્કાલિક શાળાએ પહોંચી આવ્યા હતા.
બંધીઓ શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના શિક્ષકો સાર્થક ને સીપીઆર આપીને તેને બચાવવાના પ્રયાસો કરતા હતા. કોઈ ઘણા પ્રયાસો કર્યા પરંતુ સાર્થકનો જીવ બચી શક્યો નહીં. પછી પરિવારના સભ્યો સાર્થકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે સાર્થક ને મૃત જાહેર કર્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે સાર્થક ને થોડીક મોડી સારવાર મળી આ કારણોસર તેનું મોત થઈ ગયું છે. સાર્થક ને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો તેનો જીવ બચી ગયો હોત અને તેને યોગ્ય રીતે સીપીઆર આપવામાં આવી હોત તો પણ તેનો જીવ બચી ગયો હોત. ધોરણ 10 માં ભણતા દીકરાનું મોત થતાં ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment