વડોદરામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી. વડોદરા શહેરના કરોડ બાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા દક્ષાબેન ચૌહાણ પોતાની બે દીકરીઓને ઝેરી દવા પીવડાવી તેમનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ દક્ષાબેને પોતે ગળાફાંસો ખાઈને સુસાઇડનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ દક્ષાબેન નો જીવ ચાલ્યો જાય તે પહેલા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી. પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે. જાણવા મળી રહ્યું છે કે દક્ષાબેને આર્થિક ભિંસના કારણે આ પગલું ભર્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી બંને દીકરીઓમાં મોટી દીકરી હની ટી.વાય બીકોમમાં અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દીકરી સાલીની ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી અનુસાર દક્ષા બહેને પોતાની બંને દીકરીઓના હાથ પગ બાંધી દીધા હતા અને ત્યારબાદ બંનેને ઝેરી દવા પીવડાવી દીધી હતી.
પછી દક્ષાબેન એ બંનેનું ગળું દબાવીને બંનેનો જીવ લઇ લીધો હતો. પછી પોતે ગળાફાંસો ખાઈને સુસાઇડનો પ્રયાસ કર્યો હતો. બંને દીકરીઓનું જીવ લેવા માટે દક્ષા બહેનની સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ હતો તેવી શક્યતાઓ છે.
આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે, વહેલી સવારે છ વાગ્યાની આસપાસ દક્ષા બહેનના ઉપરના માળે ભાડાના મકાનમાં રહેતી એક છોકરીએ એક યુવાન અને દક્ષાબેનના ઘરમાંથી નીકળતા જોયા હતા. ત્યારે છોકરીએ તેને ચોર સમજીને બુમાબુમ પણ કરી હતી. પછી છોકરી દક્ષાબેન ના ઘરમાં તપાસ કરવા માટે જતી હતી. ત્યારે છોકરીએ દક્ષાબેનને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી.
જાણવા મળી રહ્યું છે કે આ પગલું ભરતા પહેલા દક્ષા બહેને પોતાનો છેલ્લો ફોન પોતાની ફોઈની દીકરી નીલમ મકવાણા ને કર્યો હતો. મળતી માહિતી અનુસાર દક્ષા બહેનના 15 વર્ષ પહેલા દિવસ થઈ ગયા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment