અત્યારે સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણા અકસ્માતો તો એવા હોય છે કે જેને જોઈને આપણે ધ્રુજી જઈએ છીએ. આવો જ એક અકસ્માત કાસગંજમાં થી સામે આવ્યો છે, કાસગંજમાં સહવર ગેટ ક્રોસિંગ પાસે ટ્રેક પર બેભાન પડી ગયેલી એક મહિલા ઉપરથી માલગાડી પસાર થઈ હતી. મહિલાને માલગાડી નીચે પડેલી જોઈને લોકો પરેશાન થઈ ગયા, માલગાડી પસાર થયા બાદ મહિલાને ટ્રેક ઉપરથી ઉપાડી લેવામાં આવી છે.
જી.આર.પી ના જણાવ્યા અનુસાર મહિલા ને સુરક્ષિત ઘરે મોકલી દેવામાં આવી છે. હાલ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમનપુરના કટીલા ગામના લખેન્દ્ર દેવ આર્ય તેના પરિવાર સાથે સહવર ગેટની સામે આર્ય નગરમાં રહે છે.
રવિવારે સવારે તેમની પત્ની હર પ્યારીની દાઢમાં દુખાવો થયો હતો, થોડા સમય સુધી તે દેશી દવા કરતી હતી. પરંતુ બપોરે 1:00 વાગે ઘરના કોઈને કહ્યા વગર તે દવા લેવા બજાર તરફ ગઈ હતી. તે સહવર ગેટ રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેણીને અચાનક ચક્કર આવ્યા અને બેભાન થઈને રેલ્વે ટ્રેકની વચ્ચે પડી હતી. ત્યારે યાર્ડ માંથી માલગાડી આવી અને તે મહિલા ઉપરથી પસાર થઈ ગઈ.
कासगंज में सहावर गेट क्रासिंग के पास ट्रैक के ऊपर एक महिला बेहोश होकर गिर गई। उसी बीच मालगाड़ी आ गई। मालगाड़ी महिला के ऊपर से निकल गई। मालगाड़ी के गुजरने के बाद महिला को ट्रैक से सुरक्षित उठा लिया गया।#Kasganj #UttarPradesh #ViralVideos @inextlive @Dharmendra_Lko pic.twitter.com/sK5kBhWMb8
— Vikash Pandey (@VikashP69886867) July 2, 2023
આ જોઈને ત્યાંથી પસાર થતા લોકોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. માલગાડી પસાર થયા બાદ લોકોની ભીડ મહિલા પાસે પહોંચી હતી, જ્યારે કેટલાક લોકોએ મહિલાને ધ્રુજારી તો તે ભાનમાં આવી ગઈ. માહિતી મળતા જીઆરપી પણ ઘટના સ્થળે પહોંચી હતી, પૂછપરછમાં હરપ્યારીએ જીઆરપી ને તેનું સરનામું અને તેના પતિ નો મોબાઇલ નંબર જણાવ્યો હતો. માહિતી મળતા જ તેના સંબંધીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તેણીએ પીઠમાં થયેલી ઇજા વિશે વાત કરી હતી, તે તેના પડી જવાના કારણે થઈ હતી. માલગાડીને કારણે તેમને કોઈ નુકસાન થયું નથી, સબંધીઓ તેને ત્યાંથી એમ્બ્યુલન્સમાં સારવાર માટે બરેલી લઈ ગયા. તેના પતિ લોકેન્દ્ર દેવ આર્ય એ જણાવ્યું કે પત્નીની હાલત સારી છે, કમરનો એક્સરે કરવામાં આવ્યો છે દવા લીધા બાદ જલ્દી ઘરે પરત ફરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment