સુરતમાં રમતા રમતા ગુમ થયેલા 3 વર્ષના માસુમ બાળકનું મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવ્યું… હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

સુરતના સચિન વિસ્તારમાં બનેલી એક ચોક આવનારી ઘટના સામે આવી રહી છે. સચિન વિસ્તારના તૃપ્તિ નગરમાં એક ત્રણ વર્ષના બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સાંજના સમયે ત્રણ વર્ષનો માસુમ બાળક પોતાના મિત્રો સાથે રમતો હતો. આ દરમિયાન તે અચાનક જ ગુમ થઈ ગયો હતો.

ત્યાર પછી માસુમ બાળકની પરિવારના સભ્યોએ શોધખોળ કરી હતી. આ દરમિયાન બાળકનું મૃતદેહ ધાબા પર પાણીની ટાંકીમાંથી મળી આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સચિન કુમાર કોરી સચિન વિસ્તારમાં આવેલી તૃપ્તિ નગરમાં પોતાના પરિવારજનો સાથે રહે છે.

સચિન કુમાર એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને બે સંતાનો છે. જેમાંથી એક ત્રણ વર્ષનો આર્યન છે. આ સમગ્ર ઘટના બની ત્યારે સચિન કુમાર કામ પર હતા. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ સાંજના સમયે આર્યન પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો, ત્યારે અચાનક જ તે ગુમ થઈ ગયો હતો.

પછી પરિવારના સભ્યોએ અને પડોશીઓએ મળીને આર્યનની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ધાબા પર જોતા પાણીની ટાંકીમાંથી લાડલા દીકરા આર્યનનું મૃતદેહ મળી આવતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. પછી દીકરા આર્યનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

અહીં હાજર ડોક્ટરે આર્યનને મૃત જાહેર કર્યો હતો. બાળક કેવી રીતે પાણીની ટાંકી ની અંદર પડ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ત્રણ વર્ષના માસુમ આર્યનનું રહસ્યમય સંજોગોમાં મોત થતા પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ કોઈ આકસ્મિત ઘટના છે કે કોઈએ આર્યનનો જીવ લીધો છે તેની પર કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આર્યનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*