આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના પીપરોડ ગામના યુવાનને નેત્રંગ-રાજપીપળા હાઇવે પર એક ઝડપી કારે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવાનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
વિગતવાર વાત કરીએ તો પાંચ મિત્રો પોત પોતાની અલગ અલગ બાઈક લઈને નાંદોદ તાલુકાના માંડાણ ખાતે ફરવા ગયા હતા. ત્યાંથી ફરીને પાંચે મિત્રો પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન મનીષ વસાવા નામના યુવકની GJ 16 BP 8327 નંબરની બાઈકને એક GJ 06 PM 2323 નંબરની કાર એ જોરદાર ટક્કર લગાવી હતી.
અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં બાઈક પર સવાર મનીષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે તેની પાછળ બેઠેલો જયેશ વસાવા નામનો યુવક પણ ઘટનામાં ઇજાગ્રસ્ત થયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ તેને 108 ની મદદ થી સારવાર માટે નેત્રંગ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ નેત્રંગ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો છે.
સવારે યુવકોને ઉડાડયા બાદ કારચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા મનીષની ઉંમર 20 વર્ષની હતી પરિવારના જુવાનજુધો તો દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment