અત્યારે લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. ઘણી વખત તો લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે એવા સ્ટંટ કરે છે જેમાં તેમના જીવનું જોખમ હોય છે. આવો જ એક વિડીયો સુરતમાંથી સામે આવ્યો છે, સુરતના વેસુ વિસ્તારમાં શોપિંગ કોમ્પલેક્સના ટેરેસ પર ચઢીને બે યુવકોએ જોખમી રીતે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી.
જેનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ વેસુ પોલીસ એક્શનમાં આવી અને બંને યુવકોને શોધીને તેમને પાઠ ભણાવ્યો હતો. પોલીસે બે યુવકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજના સમયમાં યુવકોને સોશિયલ મીડિયામાં છવાઈ જવાનુ ઘેલુ લાગ્યું છે.
શોર્ટ વિડિયો કે રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવા માટે યુવાનો પોતાનો જીવ જોખમમાં પણ મુકતા હોય છે. ત્યારે સુરતમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં બે યુવકો એક શોપિંગ કોમ્પલેક્ષના ટેરેસ પર ચઢીને જોખમી રીતે ફોટોગ્રાફી કરતા નજરે ચડ્યા હતા.
આ વિડીયો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ટ પ્લાઝા મોલનો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો વાયરલ થતાં જ વેસુ પોલીસ એક્શનમાં આવી હતી અને જીવના જોખમે રીલ્સ બનાવનાર બંને યુવકોને બોધપાઠ શીખવાનું નક્કી કર્યું હતું. આ બનાવમાં પોલીસે 20 વર્ષીય શુભમ શિવકુમાર વાઘ અને વિક્રમ સુભાષ પાન પાટીલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram
મહત્વનું એ છે કે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવકો પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ભૂતકાળમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં યુવકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પણ સામે આવી ચૂકી છે. ત્યારે આવી રીતે જોખમી ફોટોગ્રાફી કે રીલ્સ ન બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment