રસ્તાની બાજુમાં ઊભેલી કારની પાછળ ટેમ્પો ઘસી જતા સર્જાયો ભયંકર અકસ્માત… એક જ પરિવારના 3 બાળકો સહિત 4 લોકોના મોત…

છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ઘણી વખત એક જણાની નાની એવી ભૂલના કારણે ભયંકર અકસ્માત સર્જાતો હોય છે અને આવી ઘટનામાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક જ પરિવારના 3 બાળકો સહિત 4 લોકોના મોત થયા છે.

જ્યારે ઘટનામાં અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના હરિયાણાના ગુરુગ્રામ માંથી સામે આવી રહે છે. વિગતવાર વાત કરીએ તો દિલ્હી-જયપુર હાઇવે પર રસ્તા પર ઊભેલી એક કારની પાછળ ટેમ્પો ઘૂસી ગયો હતો. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિગતવાર વાત કરે તો ગઈકાલે રાત્રે ગાઝિયાબાદ નો એક પરિવાર સેન્ટ્રો કારમાં રાજસ્થાન જોવા માટે નીકળ્યો હતો.

ત્યારે રસ્તામાં ગુરુગ્રામ નેશનલ હાઇવે 48 પર તેમની કારમાં પંચર થઈ ગયું હતું. જેથી કાર ચાલકે કાર રસ્તાની બાજુમાં પાર્ક કરી હતી અને ટાયર બદલવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ટેમ્પા એ કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા હતા.

NH-48 पर कार को कैंटर ने मारी टक्कर; गाजियाबाद से भिवाड़ी जा रहा था परिवार  | Road accident in Gurugram, 4 killed including 3 children, NH 48 car-canter  collision | Gurugram Accident News - Dainik ...

આ ઘટનામાં 32 વર્ષીય મહિલા, એક વર્ષની પરી, બે વર્ષની પરીક્ષા અને 8 મહિનાના વેદાંતનું ઘટના સ્થળે નોંધ થયું હતું. જ્યારે ઘટનામાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભયંકર અકસ્માતની ઘટનામાં એક જ ઝટકામાં પરિવારના 4 સભ્યોના મોત થતાં પરિવારો પર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ટેમ્પો ચાલક ક્યાં ગયો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*